Posts

Showing posts from July, 2017

મોગલધામ ભીમરાણા

મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ)  #એકજ #આશરોઆઇમોગલનો મોગલછોરૂ ને ભરોહો ભીમરાણાવાળી નો જ્યાં આઇ મોગલમા #જન્મ્યાં હતાં એ પરમ પાવન ભુમિ એટલે ભીમરાણા જેને #આદ્યસ્થાન કહેવાય છે અને બીજું #આદ્યસ્થાન ગોરવીયાળી ભેંસાણ તાલુકા માં જયાં આઇમોગલ #અંતર્ધ્યાન થયેલ, અને બીજી અનેક જગ્યાએ આઇ મોગલ બિરાજમાન છે  જે લગભગ બધાજ મોગલ મંદિર ની સાથે ધામ શબ્દ લાગે  છે એ સત્ય જ છે કે જ્યાં મારી મા મોગલ બિરાજમાન હોય એ ધામ જ કહેવાય ,જીવણ કવિ નો એક જૂનો છંદ છેએમાં એક કળી છે #મોગલસબ #એકજ #રૂપ #અનેકજ જીવણ કવિ કહે જોરાળી ઓખાધર વાળી દેવ દાઢાળી જય મોગલમા મછરાળી એ ભીમરાણા મોગલધામ મહંત પૂ.ઘનશ્યામગીરીબાપુ પણ આઇ મોગલના મહાન ઉપાસક અને આઇ મોગલના બાનાધારી ચારણમહાત્મા છે, અને ચાડધ્રાવાળા આઇ મોગલના જીવનભેખધારી રાધામા ના એકમાત્ર શિષ્ય છે અને આઇમોગલનામંદિર વિકાસ ના કાર્ય માં અવિરત લાગ્યા રહ્યા છે, #જયમોગલ

આઇમોગલ ની અખંડ જ્યોત

Image
આજ ના દર્શન સાથે મોગલ જ્યોત ના દર્શન #મોગલધામ એટલે #ભીમરાણા(જન્મભૂમિ) મહંત પુજ્ય ઘનશ્યામગીરીબાપુ 30 વર્ષથી અખંડ જ્યોત ચાલુ કરીને અખંડ આહુતિ આપી રહ્યા છે,પણ હવે આપડે અખંડ જ્યોત નો ઉદ્દેશ અને અખંડ જ્યોત ના પ્રભાવ અને પ્રેરણા ક્યાંથી મળી એ વિશે જાણીએ વર્ષો પહેલાં પુ.બાપુ મધ્યગીર માં મુંગીઆઇ ને સ્થાનક અનુષ્ઠાન કરવા માટે ગયેલા ત્યાં થી એમના વિશે માહિતી મલી કે  એ મુંગી આઇ મહાન ચારણ જગદંબા થઈ ગયા,મુંગીઆઇ બોલતાં નહીં સદાય મૌન રહેતાં અને ચારણો પ્રત્યે નો એમનો માતૃભાવ અદભુત હતો એમનો નિયમ હતો કે સાડાત્રણ પહાડા ચારણ માં કોઈ નાના કે મોટા કોઈ ચારણ નું મૃત્યુ ના થયું હોય તે દિવસ જ ગાય નું દૂધ પીતાં, બાકી નિત્ય ઉપવાસ આવા મહાન જગદંબા ના જીવન માંથી બાપુ એ પ્રેરણા લીધી કે મેં ભલે ભેખ લીધો પણ મારી જ્ઞાતિ (ચારણ)નું મારા પરનું ઋણ કયારેય ઉતરે નહીં જે જ્ઞાતી માં જન્મલીધો એ જ્ઞાતિ માટે જે થઈ શકે એ કરવું જોઈએ,પછી પુ. બાપુ વોંધ આઈશ્રી જહુમા (નવલાખ નો અખાડો) એ આઇ આદેશ થી આવ્યા બાપુ આવ્યા એ પેલા જહુમા એ બલી ચડાવાતી  એ બલિપ્રથા બાપુ એ બંધ કરાવી અને #સાડાત્રણ પ્હાડા ચારણ સમાજ ના હિત માટે અખંડ જ્યોત ની શ...
મોગલધામ એટલે (જન્મભૂમિ) ભીમરાણા ભજો આઈ મોગલ ને દિન રાત થાય જ્યાં ઉદો.. ઉદો ..ના નાદ, ઝાંઝ  ને ડાકલીયાની હાક,  ચારણની ચરજુ કેરો સાદ,  મોગલનો તરવાળો છે આજ , ભજો મારી મોગલ ને દીન રાત,   દશૅન કરતા દુ:ખળા જાય, નામ લેતા લીલા લહેર થાય, જે માંનો તરવાળો તરી જાય  જગપર ફરે ને ગુણલા ગાય ,  ભજો મારી મોગલ ને દીન રાત,   હે જગતની પાલક પોશકમાંત,  પુછા વિના પડે નહીં તને રાત,   નમે બ્રહ્માંડ ને લોક સાથ,  પ્રથમ તુજ નામ પછી બીજી વાત,   ભજો મારી મોગલ ને દિન રાત,   કહે તુજ મહિમા દાદ ને કાગ,  મોગલ છેળતા કાળો નાગ,  લીલો રાખ ચારણ કેરો બાળ,  સાંભળજે જય નો અંતરનાદ,  ભજો મારી મોગલ ને દિન રાત....
મોગલ(જન્મભૂમિ)ધામ એટલે ભીમરાણા માડી તારા નવ નગર ને નવ નેહડા માડી તારી નજરૂ ફરે છે નવખંડ માથે રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે...(ટેક) માડી, તે કાળા રે સરપુંને કીધો કોરડો માડી, એ તો વખડાં વમને ને ફણીધર ફુફે રે, મછરાળી મોગલ.... માડી, તારા કોરડે હાલે છે વ્યોમે વાવડો માડી, તેંતો કોરડે દૈત્યું ને દંડ તે દીધા રે, મછરાળી મોગલ... માડી, તારા સીમાડા લોપ્યા ને અંગડા માગીયા માડી, તેં તો ભેળીઓ ઉતારી જોને બાંધી ભેટે રે, મછરાળી મોગલ... માડી, એવા હોકારા કરીને દાનવા હુકળ્યા માડી, તું તો રથડો મેલીને રણમાં કુદી રે, મછરાળી મોગલ.... માડી, તારાં ખાંડા ને ખડગ રણમાં ખડખડયાં માડી, ત્યા તો લડઆ વીનાના લશ્કર ભાગ્યા રે, મછરાળી મોગલ.. માડી, આજ દાનવકુળ સળગે રે ડુંગર દોયલા માડી, તારા રોષના દાવાનળ રેલ્યા રે, મછરાળી મોગલ... માડી, તારાં છોરુને સંતાપ્યા દેવળ દુભવ્યા માડી, એના જડબા ચીરીને દાંત જેર્યા, માડી, એવા લોહીના તરસ્યાંને ભરખી લીધા રે, મછરાળી મોગલ... માડી, એવી નવલખ ધેનુ રે તારે આંગણે, માડી, એ તો સૂરજનાં ખેતર ચરવા જાય રે, માડી, એ તો સૂરજના આથમે ચરવા જાય રે, મછરાળી મો...
મોગલધામ એટલે ભીમરાણા ગુરૂ પૂર્ણિમા પર્વ ના સદગુરૂ ઘનશ્યામગીરીબાપુ (મહંત મોગલધામ ભીમરાણા) ના ચરણ માં કોટી વંદન ગુરૂ એ વ્યક્તિ નથી ગુરુ તત્વ છે ગુરૂ ને વ્યક્તિ માનવી એ ભૂલ છે,જે અંધકાર માં થી પરમતેજ માં લઇ જાય એ ગુરૂ સદગુરૂ ની મહિમા નું રસાયણ એ છે કે સદગુરૂ ની ઉપાસના ની ઝલક શિષય ના કર્મો માં દેખાવી જોઈએ તેનામાં શ્રધ્ધા,વિવેક,પરોપકાર,સહનશીલતા, સાચી પ્રાર્થના અને સંતુષ્ટિ જેવા દૈવી ગુણો ની સુગંધ દેખાવી જોઈએ આ ગરવી ગુજરાત ની પાવન ભુમિ પર ઈશ્વરી કૃપા-ગુરૂકૃપા દ્વારા એક ખીલી ચુકેલું મધમધતુ અતિ સુંદરતા સાથે ગુણો સભર ફૂલ ઇ પ.પૂ.ઘનશ્યામ બાપુ ,પરમાર્થ કાજે ખીલતા ફૂલ ને ખીલવા માટે આયોજિત- સુયોજિત કોઈ બગીચા ની જરા પણ જરૂર નથી એ તો કોઈ ન ધારેલી અદભુત સ્થાન (ભૂમિ) ઉપર પ્રગટ થઈ સુગંધ મહેકાવતા રહ્યા છે, સદગુરૂદેવ શ્રી રાધામા (આઇ મોગલ ના આજીવન ભેખધારી)એ પૂ.બાપુ ને આદેશ કરેલ કે તમારા હાથે નવ (૯)મંદિર નું નિર્માણ કરવાનું છે,એ આજ્ઞા બાપુ એ શિરોમાન્ય કરી છે,આ ભીમરાણા મોગલ(જન્મભૂમિ)ધામ એ નવમું મંદિર છે જ્યાં બાપુ સોળ વર્ષ થી મંદિર નિર્માણ માટે દિવસ રાત કાર્યરત છે જે મંદિર નો ગુરૂ આદેશ અને પોતાનો...
Image
मोगल आध्यस्थान (जन्मभूमि) ओखाधरा भीमराणा नतो यौवना मात ना बाल वृद्धा अजर तुं अमर तुंही ब्रह्म सिद्धा,तवां हत्थ में सर्प त्रिशुल तामी नमो मोगलम्मां नमामि नमामि  कवि,जोगीदान चडीया

મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ )

Image
મોગલધામ એટલે ભીમરાણા         #ઓખાવાળી આઇ# નમું તમને ઓખાવાળી આઇ ઓખાવાળી આઇ...કરતી છોરૂડાંની સહાય                           નમું તમને ઓખાવાળી આઇ...ટેક દૈતટોળા દેખી જેદી,દેવો ભાગી જાય જી. આરાધી પછી આઇ તને (ત્યાંતો) બની વિકરાળ તું બાઇ                             નમું તમને ઓખાવાળી આઇ.. બાઇ આ ફુલબાગ તારો,એના મુખડા કેવા મુસ્કાય જી. સંભાળ તેની તું લેતી સદાય એથી કોઈ દી નો કરમાય                                નમું તમને ઓખાવાળી આઇ.. મનનું કળી લઈ માવલડી તું,અટક્યા ઉકેલતી આઇ જી. ધામ ભગુડે ધજાયું તારી, ન્યાતો માંગલ નામે પૂજાઈ.                              નમું તમને ઓખાવાળી આઇ... હોઈ હજારો ભુલ્ય અમારી,નો લેતી મન માય જી. "બુદહી કાળુ"કે અમે બાળ તારા,બીજે કયાં જાશું બાઇ.   ...

મોગલધામ એટલે ભીમરાણા(જન્મભૂમિ)

Image
ભીમરાણાની ભોમકાવાળી...વહેલી કરજો વ્હાર નોંધારી છે નાવ અમારી,એકલ તું આધાર ઢોલ મેડાના વાગતા વ્હાલા,લાગતા હૈ વરદાઈ ભાવ ચરજુ ના ગાન ગવાતા,મોગલ ના મેળામાંય                                            ભીમરાણાની. ગોરવીયાળી ગામ માં તોળી,પ્રેમથી પુજા થાય શિષ ઝુકાવે શરણે તોળે,આપના છોરૂ આઇ                                             ભીમરાણાની... દૈતના ટોળા દેખતા દેવો,ભયથી ભાગી જાય આરાધી પછી આઈમા તોળે,પ્રેમથી લાગી પાય                                            ભીમરાણાની..... રાખી ભરોહો ભીમરાણે ને ,જાપ મોગલના જપાય (તો)#"બુદહી કાળુ"#બાળ કે તેનો, વાળ નો વાંકો થાય                             ...

મોગલધામ એટલે ભીમરાણા(જન્મભૂમિ)

Image
मोगलधाम भीमराणा आयल आज अहांगळे,(मारो) कळीये जीव कपाय जपतां मोगल जोगडा , (मारां) नेण आंहुडे नाय. कवि,जोगीदान चडीया

મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ)

Image
આઇ મોગલધામ ભીમરાણા મહંત ઘનશ્યામગીરીબાપુ ગુરૂ રાધામા (ચાડધ્રા) પૂ.બાપુ આઇ મોગલના મહાન ઉપાસક અને આઇમોગલ ના તરવાળા પહેરે છે, અને આઇ મોગલ ના અનેક ગુઢ રહસ્યો ને જાણનાર છે, અને 17 વર્ષ થી ભીમરાણા મોગલધામ ભીમરાણા મંદિર વિકાસ ના કાર્યો માં સતત કાર્યરત છે.

મોગલધામ એટલે ભીમરાણા(જન્મભૂમિ)

Image
મોગલ(જન્મભૂમિ)ધામ એટલે ભીમરાણા  તા.જી.દેવભૂમિ દ્વારકા મહંત,પુ.ઘનશ્યામગીરીબાપુ ગુરૂ રાધામા (ચાડધ્રા) મોગલ સાચી માત ખ્યાત રાખણ નવખંડે મોગલ સાચી માત દીયણ ટેકા વરહમંડે મોગલ સાચી માત વેદવાં માપ વધારણ મોગલ સાચી માત ત્રહુભુવણંતર તારણ

મોગલ માં ની ચરજ

Image
 .મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ) મોગલમા નો ભાવ(રાગ) તારા આંગણીયા પુછી કોઈ આવે ભીમરાણે રમતી મેતો ભાળી રે મછરાળી મોગલ માવડી રેજી વારુ કરોને વેલી વરદાળી રે, એમાતે વાર શાને આવડી રેજી થાનકે આવે કોઈ થારે, શ્રધ્ધાના શથવારે રે એજી. એને ખમકારો કરીને આવકારે રે મછરાળી મોગલ માવડી રેજી ભાલમા ત્રીપુંડ તાણી, શકતી શોભેછે શાની એજી. મારા ઘટમા બીરાજો ઘાંઘણીયાણી રે મછરાળી મોગલ માવડી રેજી ચીતડુ ચરણ રજ ચાહે, પ્રસન્ન થઈ લેજો પાંહે એજી. અડગ મન ઊભો આપની રાહે રે મછરાળી મોગલ માવડી રેજી અવતરી ઓખે અંબા, જ્ઞાતી ચારણ ગંગા રે એજી. અવની ઉજાળી આખી જગદંબા રે મછરાળી મોગલ માવડી રેજી રહી ગામો ગામ ગુંજી, અમારી જન્મોજનમની પૂંજી દેખીના કીશોર કે, આવી દયાવંત દુજી રે મછરાળી મોગલ માવડી રેજી રચના કીશોરદાન સુરુ