મોગલ માં ની ચરજ
.મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ) મોગલમા નો ભાવ(રાગ) તારા આંગણીયા પુછી કોઈ આવે ભીમરાણે રમતી મેતો ભાળી રે મછરાળી મોગલ માવડી રેજી વારુ કરોને વેલી વરદાળી રે, એમાતે વાર શાને આવડી રેજી થાનકે આવે કોઈ થારે, શ્રધ્ધાના શથવારે રે એજી. એને ખમકારો કરીને આવકારે રે મછરાળી મોગલ માવડી રેજી ભાલમા ત્રીપુંડ તાણી, શકતી શોભેછે શાની એજી. મારા ઘટમા બીરાજો ઘાંઘણીયાણી રે મછરાળી મોગલ માવડી રેજી ચીતડુ ચરણ રજ ચાહે, પ્રસન્ન થઈ લેજો પાંહે એજી. અડગ મન ઊભો આપની રાહે રે મછરાળી મોગલ માવડી રેજી અવતરી ઓખે અંબા, જ્ઞાતી ચારણ ગંગા રે એજી. અવની ઉજાળી આખી જગદંબા રે મછરાળી મોગલ માવડી રેજી રહી ગામો ગામ ગુંજી, અમારી જન્મોજનમની પૂંજી દેખીના કીશોર કે, આવી દયાવંત દુજી રે મછરાળી મોગલ માવડી રેજી રચના કીશોરદાન સુરુ
નમુ તમને ઓખાધરવાળી, લેજો તમ શરણે દેવ દાઢાળી
ReplyDeleteઅરજ કરુ છું મોગલ મછરાળી, કરજો લીલાલહેર નેજાળી
લોબડીયાળી લેજો તમ ખોળલે મછરાળી
જય શ્રી આઈ મોગલ મછરાળી માં