મોગલધામ એટલે ભીમરાણા
ગુરૂ પૂર્ણિમા પર્વ ના સદગુરૂ
ઘનશ્યામગીરીબાપુ (મહંત મોગલધામ ભીમરાણા) ના ચરણ માં કોટી વંદન
ગુરૂ એ વ્યક્તિ નથી ગુરુ તત્વ છે ગુરૂ ને વ્યક્તિ માનવી એ ભૂલ છે,જે અંધકાર માં થી પરમતેજ માં લઇ જાય એ ગુરૂ
સદગુરૂ ની મહિમા નું રસાયણ એ છે કે સદગુરૂ ની ઉપાસના ની ઝલક શિષય ના કર્મો માં દેખાવી જોઈએ
તેનામાં શ્રધ્ધા,વિવેક,પરોપકાર,સહનશીલતા,
સાચી પ્રાર્થના અને સંતુષ્ટિ જેવા દૈવી ગુણો ની સુગંધ દેખાવી જોઈએ
આ ગરવી ગુજરાત ની પાવન ભુમિ પર
ઈશ્વરી કૃપા-ગુરૂકૃપા દ્વારા એક ખીલી ચુકેલું મધમધતુ અતિ સુંદરતા સાથે ગુણો સભર ફૂલ ઇ
પ.પૂ.ઘનશ્યામ બાપુ ,પરમાર્થ કાજે ખીલતા ફૂલ ને ખીલવા માટે આયોજિત- સુયોજિત કોઈ બગીચા ની જરા પણ જરૂર નથી એ તો કોઈ ન ધારેલી અદભુત સ્થાન (ભૂમિ) ઉપર પ્રગટ થઈ સુગંધ મહેકાવતા રહ્યા છે,
સદગુરૂદેવ શ્રી રાધામા (આઇ મોગલ ના આજીવન ભેખધારી)એ પૂ.બાપુ ને આદેશ કરેલ કે તમારા હાથે નવ (૯)મંદિર નું નિર્માણ કરવાનું છે,એ આજ્ઞા બાપુ એ શિરોમાન્ય કરી છે,આ ભીમરાણા મોગલ(જન્મભૂમિ)ધામ એ નવમું મંદિર છે જ્યાં બાપુ સોળ વર્ષ થી મંદિર નિર્માણ માટે દિવસ રાત કાર્યરત છે
જે મંદિર નો ગુરૂ આદેશ અને પોતાનો નિજ સંકલ્પ પૂરો થાય છે
અને આઇ મોગલ ની ભક્તિ કરી રહ્યા છે,
લી.જગદીશ નાગજીભાઈ સુંબડ (મહારાજ) મોગલ છોરૂં
ગુરૂ.ઘનશ્યામ બાપુ (ભીમરાણા)

Comments

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા