Posts

Showing posts from October, 2017
Image
આઇ મોગલ પ્રાગટય ભુમિ ભીમરાણા મહંત પુ. ઘનશ્યામગીરીબાપુ ધ્વારા  લેખીત મોગલ પ્રાગટય મહાત્મ નભો મંડળ ના અણુ અણુ એ સિંદૂર ધારણ કર્યો છે,માથે લાલ લીલી સપ્તરંગી ચુંદડી ઓઢી ભુમંડળ પણ સૃષ્ટિમાં સાથીયા પુરાવે છે,પંખીઓ નીજ સ્વર ધ્વારા સાજીંદા બની વાજિંત્રોના સુર સંભળાવી રહ્યાં છે,કોઈ નવોઢા ના કપાળે સિંદૂર-ચાંદલો શોભે તેમ પ્રાત:સમયે સુરજ દેવતા ક્ષિતિજ પર આરૂઢ થઇ સૃષ્ટિ.અને માનવ મહેરામણ ને સમય ની છડી પોકારી ને ફરજ નું ભાન કરાવી રહયા છે,તો મંદિર માં ઝાલર-શંખ અને ઘંટારવ સાથે આરતી ના શબ્દો માનવીને આરત કરી દે છે,ને સમસ્ત સ્વરો એકાત્મક થઈ ને નાભિમાંથી અનાહદ નાદ નું સર્જન યોગાનુયોગ થાય છે, આરતીઓ-છંદો-દુહાઓ-ભજનો-સતસંગ આ આપણા ભારતદેશનું યુગો સુધી શોભે તેવાં ઘરેણાં -શણગાર છે, આ ઘરેણાં અને અન્ય શણગાર ની સજાવટ કરનાર ઘણું કરીને #દૈવીકુળજાતિ_ચારણ_કુળ_ની_દેન_છે, "#ચારણી"એ તો પરમાત્માની અંગત ઐશ્વરીય માતૃભાષા છે,..... માનવીને યોગનિંદ્રાનો અનુભવ કરવો હોય તો સાંભળો #ચારણી વાણી,એ પરમાત્માના ખોળામાં આળોટવાનું ઘોડિયું છે, જનની જનેતા પછી કોઈ માતા હોય તો તે છે ધરતીમાતા ધરતીમાતા ના પટ પર સૌરાષ્ટ્ર રૂપી ...