મોગલધામ એટલે ભીમરાણા (જન્મભૂમિ )

મોગલધામ એટલે ભીમરાણા 
       #ઓખાવાળી આઇ#
નમું તમને ઓખાવાળી આઇ
ઓખાવાળી આઇ...કરતી છોરૂડાંની સહાય
                          નમું તમને ઓખાવાળી આઇ...ટેક
દૈતટોળા દેખી જેદી,દેવો ભાગી જાય જી.
આરાધી પછી આઇ તને (ત્યાંતો) બની વિકરાળ તું બાઇ
                            નમું તમને ઓખાવાળી આઇ..
બાઇ આ ફુલબાગ તારો,એના મુખડા કેવા મુસ્કાય જી.
સંભાળ તેની તું લેતી સદાય એથી કોઈ દી નો કરમાય 
                              નમું તમને ઓખાવાળી આઇ..
મનનું કળી લઈ માવલડી તું,અટક્યા ઉકેલતી આઇ જી.
ધામ ભગુડે ધજાયું તારી, ન્યાતો માંગલ નામે પૂજાઈ.
                             નમું તમને ઓખાવાળી આઇ...
હોઈ હજારો ભુલ્ય અમારી,નો લેતી મન માય જી.
"બુદહી કાળુ"કે અમે બાળ તારા,બીજે કયાં જાશું બાઇ.
                             નમું તમને ઓખાવાળી આઇ....
લે.કાળુ કવિ

Comments

  1. જય શ્રી આઈ મોગલ મછરાળી માં

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા